<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બોયસ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ રેસીડેન્ડ તબીબે આપઘાત કર્યો

આપધાત કરનાર તબીબ લોકેશ એ દેવાંગ બેગ્લોરનો રહેવાસી : રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યો હતો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બોયસ હોસ્ટેલમાં રેસીડેન્ડ તબીબ વિદ્યાર્થી દ્વારા આપઘાત કરાયો છે. હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ રેસીડેન્ડ તબીબે આપઘાત કર્યો હતો. આપધાત કરનાર તબીબનુ નામ લોકેશ એ દેવાંગ, ઉંમર વર્ષ 26 અને બેગ્લોરનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સૂરત સિવિલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે આજે બેંગ્લોરની જવાનો હતો. આજે ફલાઈટ મારફેતે બેંગ્લોર જવાનો હતો. આપઘાતનું કારણ અકબંધ છે.

 

(5:47 PM IST)