News of Sunday, 18th May 2025
મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યએ કહ્યું -અધિકારીઓ તેમનુ સાંભળતા નથી.
કામની ફાઇલ અધિકારીઓએ તેમના ટેબલ પર મુકી રાખતા હોવાથી બેઠકમાં ફરિયાદ કરાઈ

મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યો બળાપો વ્યક્ત કરતા કહ્યું કે, અધિકારીઓ તેમનુ સાંભળતા નથી. મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનનું કામ મુદ્દે રજૂઆત કરાઈ હતી. કામની ફાઇલ અધિકારીઓએ તેમના ટેબલ પર મુકી રાખતા હોવાથી બેઠકમાં ફરિયાદ કરાઈ હતી.
જિલ્લા કલેકટરે, બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયા પ્રશ્નોને પ્રાધાન્ય આપવા, જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. તેમજ સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરાઈ હતી
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
