<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

વડોદરામાં રસ્તા પર ગાબડાનો સિલસિલો યથાવત : વગર વરસાદે 3 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો ખાડો !!

વુડા સર્કલ પાસે ભુવો પડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી

વડોદરા શહેરમાં એક બાદ એક ભૂવા પડવાનો સિલસીલો યથાવત છે. તેવામાં વધુ એક ભૂવો શહેરના વીઆઇપી રોડ પર પડ્યો છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી  રહ્યો છે. 

 વડોદરાના વુડા સર્કલ પાસે  ભૂવો પડયો છે. વગર વરસાદે પડેલો ભુવો 3 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો છે. મહત્વનું છે કે વડોદરામાં વગર વરસાદે પણ ઘણી વાર ભુવા પડવાની સમસ્યા રહેતી હોય છે, તો હાલમાં કોર્પોરેશને બેરીકેટ મૂકીને સંતોષ માની રહી છે. કોર્પોરેશન વિસ્તાર અને એમાં પણ વિકાસશીલ વડોદરા તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે, લોકો ટેકસ પણ ભરે છે પણ સુવિધાના નામે મીડું હોય તેવું લાગી રહ્યું છે, કોર્પોરેશન વિસ્તરમાં આવતા વુડા સર્કલ પાસે ભુવો પડયો છે અને આ ભુવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો મહત્વનું છે કે કોર્પોરેશનને આ વાતની જાણ છે તેમ છત્તા ભુવો પૂરવાની કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી, સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે.

 

(6:46 PM IST)