News of Sunday, 18th May 2025
વડોદરામાં અંડરગ્રાઉન્ડ ખાડો ખોદીને બનાવ્યું હતું ફ્રીઝર
ઠંડી બિયર વેચવાનું કારસ્તાન ઝડપાયું : પોલીસે ૫૮,૦૦૦થી વધુના મુદ્દામાલ સાથે અજય ઉધરેજીયાની ધરપકડ કરી, એક મહિલા બુટલેગર ફરાર

વડોદરા, તા.૧૮ : બુટલેગરો પોલીસથી બચવા નિતનવા કીમિયા અપનાવતા રહે છે ત્યારે વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે નવો કીમિયો અપનાવ્યો છે. બુટલેગરે જમીનમાં ખાડો ખોદીને પીપળાનું સ્ટોરેજ અને ફ્રીઝર બનાવ્યું છે. જ્યાં અંડરગ્રાઉન્ડ પીપડામાં બરફ નાખી ઠંડી બિયર વેચવાનું કારસ્તાન ઝડપાયું. સ્થાનિક પોલીસે ૫૮,૦૦૦થી વધુના મુદ્દામાલ સાથે અજય નામના બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા બુટલેગર ફરાર છે. મહિલા બુટલેગર ફરાર
PCBએ બાતમીના આધારે સયાજીપુરા વુડાના મકાનમાં રેડ પાડતા આ મોટું કારસ્તાન સામે આવ્યું હતું. પોલીસે ૫૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર અજય ઉધરેજીયાની ધરપકડ કરી લીધી છે. સયાજીપુરામાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસે દારૃની ૨૪૦થી વધારે બોટલ કબજે કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાનમાં રહેતો અજય ભરતભાઈ ઉધરેજીયા પોતાના ઘરના બાજુના બ્લોકમાં રહેતી દાદીના ઘરે વિદેશી દારૃની બોટલો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીને મળી હતી. જે મુજબ પોલીસની ટીમે ત્યાં જઈને સ્થળ પર રેડ કરી હતી. પોલીસે અજયને ઝડપી પાડ્યો હતો. તેના મકાનમાં તેમજ અવાવરુ જગ્યાએ ખાડો ખોદીને પીપડું ઉતારી તેમાં દારૃનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે દારૃની ૨૪૧ બોટલ કિંમત રૃપિયા ૫૩,૩૫૦ ની કબજે કરી હતી. જ્યારે આજવા રોડની રહેવાસી મીનાબેન જીતેશભાઇ ગોદડીયા ત્યાંથી ફરાર થઈ ગઈ છે. પોલીસે આ મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
