<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતેથી મેફેડ્રોનનો જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા

સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCએ દરોડા પાડ્યા : ડ્રગ્સ વેચનાર અલ્તાફ શેખ અને ડ્રગ્સ ડ્રગ્સ લેનાર પાર્થ પટેલ નામના બે શખ્સોની ધરપકડ: 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 9.79 લાખથી વધુની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યો છે. ડ્રગ્સ વેચનાર અલ્તાફ શેખ અને ડ્રગ્સ ડ્રગ્સ લેનાર પાર્થ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી  4 મોબાઈલ, 23 હજાર રોકડ, બે વાહનો સહિત 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. 

સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ માહિતી મળી હતી કે કેટલાક શખ્સો સરખેજ જુહાપુરા રોડ પર બ્લ્યુ વોટર ટાવર પાસે ડ્રગ્સનો જથ્થો સંતાડીને બેઠા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.9,97,700 ની કિંમતનો 97.970 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો.

 

પોલીસે આ કેસમાં મેફેડ્રોનનો જથ્થો વેચનાર સરખેજ જુહાપુરાના અંબા ટાવરમાં રહેતા અલ્તાફ એસ.શેખ અને સરખેજ ધોળકા રડ પર સિધ્ધિ વિલામાં રહેતા પાર્થ આર.પટેલની ધરપકડ કરી હતી. જ્યારે મામા નામનો રાજસ્થાનનો શખ્સ ફરાર થઈ જતો પોલીસે તેની શોધ હાથ ધરી છે.

(9:50 PM IST)