<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

તમાકુ અને વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડામાં 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

અમદાવાદ સહિત વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે વાસણ વેચાણ સાથે સંકળાયેલા 67 વેપારીઓના 84 સ્થળોએ મોટી કાર્યવાહી

 

અમદાવાદ : ગુજરાતમાં SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. અમદાવાદમાં તમાકુ અને વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTએ દરોડા પાડ્યાં છે. આ દરોડામાં બિલ વિનાના વેચાણના દસ્તાવેજો મળ્યા મળ્યા છે. તમાકુ અને વાસણના વેપારીને ત્યા SGSTએ દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપી પાડી છે. 

 

ગુજરાતમાં SGST વિભાગે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ એક્શનમાં આવ્યું છે. ત્યારે  અમદાવાદ સહિત વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે વાસણ વેચાણ સાથે સંકળાયેલા 67 વેપારીઓના 84 સ્થળોએ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SGSTના દરોડા દરમિયાન તમાકુ-વાસણના વેપારી પેઢી દ્વારા બિલ વિના માલના ખરીદ વેચાણ થકી કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. 

 

મળતી માહિતી મુજબ,  અમદાવાદ શહેરમાં કર ચોરી કરતી તમાકુ અને વાસણનું વેચાણ કરતી પેઢી સામે સ્ટેટ GST વિભાગે લાલઆંખ કરી છે. SGST વિભાગ દ્વારા અમદાવાદ અને તો બીજી તરફ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 67 વેપારીઓના 84 સ્થળોએ 9.28 કરોડની કરચોરી ઝડપાઇ છે. આ સાથે તમાકુ અને વાસણનું વેચાણ કરતી પેઢી પાસેથી બિનહિસાબી સ્ટોક અને કાચું હિસાબી સાહિત્ય  પણ મળી આવ્યું છે. 

(10:24 PM IST)