<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

ગુજરાતના 23 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના: IMDની લેટેસ્ટ આગાહી

આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં

અમદાવાદ :ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક અઠવાડિયા સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. IMDની આગાહી મુજબ આજે ગુજરાતના 23 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. IMDની આગાહી મુજબ 18 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

19 મે 2025ના રોજ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ચોદાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડી વલંગ, વલંગ, નવદરી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ભુજનું તાપમાન 38, નલિયામાં 35, કંડલા (પોર્ટ) 39, કંડલા (એરપોર્ટ) 41, અમરેલીમાં 39, ભાવનગરમાં 38, દ્વારકામાં 34, ઓખામાં 35, પોરબંદરમાં 34, રાજકોટમાં 39, રાજકોટમાં 39, 33 ડિગ્રી નોંધાયું હતું.

(10:28 PM IST)