<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

વડોદરાના શિનોરમાં મોલેથા નર્મદા નદી પટમાં રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા :ખનન માફિયાઓ ફરાર

શિનોર અને પોઈચા-રાજપીપળાને જોડતા રંગસેતુ બ્રિજની નીચે નર્મદા નદી પટમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા

વડોદરાના શિનોરમાં મોલેથા નર્મદા નદી પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી છે. જેને લઈને ખનીજ માફિયાઓ અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. શિનોર અને પોઈચા-રાજપીપળાને જોડતા રંગસેતુ બ્રિજની નીચે નર્મદા નદી પટમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. જો કે દરોડાની જાણ ખનન માફિયાઓને થઈ જતા તેઓ એક્ટિ મોડમાં આવી ગયા હતા અને તમામ હાઈવા રવાના કરી દીધા હતા.

 

શિનોરના નર્મદા નદીના પટ વિસ્તાર તથા વ્યાસ બેટ આશ્રમથી રંગસેતુ બ્રિજ સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે. જેની અરજી ખાણ ખનીજ વિભાગને મળી હતી. નર્મદા નદીના પટમાં પાળા મારી પાણી રોકીને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું. હાલમાં તંત્ર દ્વારા રેડ પાડવામાં આવ્યા બાદ 2 JCB લગાવીને પારા તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઘટના સ્થળે ખાણ ખનીજ વિભાગ, SDM, શિનોર મામલતદારની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી

ભૂમાફિયાઓ બેફામ ખનન કરીને ખનીજ ચોરી કરતા હોવાનું ઘણીવાર સામે આવ્યું છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર માઈનિંગ થાય છે. જેના લીધે દર વર્ષે સરકારી તિજોરીને નુકસાન થાય છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં આવેલા ભડિયાદમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. 

મળતી માહિતી મુજબ અમદાવાદના ધોલેરાના ભડિયાદમાં ગેરકાયદે માટી ખનન કરાતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા બંધ થાય તેવી રીતે માટી ખનન કરાયું હતું. જે અંગે ખેડૂતોએ સ્થાનિક તંત્રને પણ જાણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય હતું. ત્યારે ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે, માટી ખનન કરનારા આરોપીઓ 50થી વધુ ડમ્પર ભરીને આડેધડ માટીની ચોરી કરીને નાસી ગયા હતા. જેની સામે તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું હતું.

(11:47 PM IST)