News of Monday, 19th May 2025
ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામ પાસેની નર્મદા નદીમાં અંકલેશ્વરના મહિલા તબીબનો મૃતદેહ મળ્યો
ગત 16 મેના રોજ ભરૂચમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ગયા હતા. મોડી રાતે સુધી મનિષા વાળા પરત ના ફરતા પતિએ શોધખોળ હાથ ધરી હતી

ભરૂચ : છેલ્લા બે દિવસથી ગુમ અંકલેશ્વરમાં રહેતા મહિલા તબીબનો મૃતદેહ આજે ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામ પાસેની નર્મદા નદીમાં તરતો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા મનિષા કલ્પેશ વાળા (29) ગત 16 મેના રોજ બપોરે એક વાગ્યે ભરૂચમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ગયા હતા. મોડી રાતે સુધી મનિષા વાળા પરત ના ફરતા પતિએ શોધખોળ હાથ ધરી હતી. જો કે કોઈ ભાળ ના મળતા આખરે પતિ દ્વારા GIDC પોલીસ મથકમાં પત્ની મનિષા વાળા ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન આજે બોરભાઠા બેટ ગામ નજીકની નર્મદા નદીમાં એક મહિલાનો કોહવાઈ ગયેલો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકો દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતદેહનો ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી રહેલી અંકલેશ્વર સિટી પોલીસ દ્વારા કલ્પેશ વાળાને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક CHC સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતદેહની ઓળખ પોતાની પત્ની મનિષા તરીકે કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક તબીબ મનિષાના પાંચ મહિના પહેલા જ અંકલેશ્વરની ગાર્ડનસિટીમાં રહેતા કલ્પેશ વાળા સાથે થયા હતા. હજુ સુધી મનિષા વાળાએ આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે? તે દિશામાં જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
