<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

રાજ્યમાં બુધવાર -ગુરુવારે અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે : 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

રાજ્યના અન્ય વિસ્તારોની માફક અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરુવારથી હળવા વરસાદનું આગમન થશે

અમદાવાદ :ગુજરાતના વિવિધ વિસ્તારમાં બુધવારથી હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોની માફક અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરુવારથી હળવા વરસાદનું આગમન થવાના પણ સંકેતો અપાયા છે.મહત્ત્વનું છે કે, કેટલાક વિસ્તારમાં વરસાદની સાથેસાથે પ્રતિ કલાકે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યા છે.

આગાહી મુજબ બુધવારે 21 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

આ પછી ગુરુવારે 22 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

(11:53 AM IST)