તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
કાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ: 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે
ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ: બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર

અમદાવાદ :આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે અને તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, અગાઉ ચંડોળામાં 4 હજાર ગેરકાયદે મકાન તોડ્યા હતા.
આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ થશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી, અને સરકારે પણ ચંડોળા તળાવામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે, અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે, અગાઉ પણ 4 હજાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડયા છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
