તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ડેન્ગ્યુથી બચવા સાવચેતી એ જ સલામતી, રવિવારે 10 વાગ્યે 10 મિનિટ પોતાના માટે કાઢો
ડેન્ગ્યુનો મચ્છર કન્ટેનર બ્રીડર છે એટલે સામાન્ય રીતે ઘરમાં જ રહે અને ઘરમાં જ કરડે

(વંદના નીલકંઠ વાસુકીયા )વિરમગામ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં એડિસ એજીપ્તી મચ્છરથી ડેન્ગ્યુનો રોગ થાય છે. ઘણી વખત ડેન્ગ્યુનો રોગ મૃત્યુનું કારણ પણ બની શકે છે. અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુના રોગને નાથવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તેમાં આરોગ્ય વિભાગને સફળતા પણ મળી રહી છે. જો અમદાવાદ જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ નોંધાય છે કે તરત જ 0, 3, 7, 14 માં દિવસે ચેપી મચ્છર નાશક ધુમાડો, 0, 3, 7, 14, 21અને 28 માં દિવસે પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
એપ્રિલ મે અને જૂન મહિનામાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરીને સૌથી વધુ બ્રીડિંગ જોવા મળી શકે તેવા પાત્રો જેવા કે પ્લાસ્ટિકનો ભંગાર, જીઆઇડીસીમાં રહેલી નકામી બિન ઉપયોગી વસ્તુઓ, ટાયર પંચર માટે ભરાતું પાણી, ટાયર નો ભંગાર, છત કે ધાબા પર પડી રહેલો બિન વપરાશી કાટમાળની તપાસ કરવામાં આવે છે અને જો તેમાં મચ્છરના બ્રિડીગ જોવા મળે તો તેનો તાત્કાલિક નાશ કરવામાં આવે છે. આમાં ખાસ જોવા મળે કારણકે ડેન્ગ્યુ મચ્છર કન્ટેઈનર બ્રિડર છે. ઘરમાં જ રેવાનું ઘરમાંજ કરડવાનું. ઘરમાં ફ્રીજની પાછળની ટ્રેમાં પણ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થઈ શકે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુના મચ્છર બે ત્રણ વ્યક્તિને કરડતા હોય છે એટલે ક્લસ્ટરમાં પણ તાવ જોવા મળી શકે છે. ડેન્ગ્યુથી બચવા સાવચેતી એ જ સલામતી છે એટલે અમદાવાદ જિલ્લાના દરેક વ્યક્તિઓને રવિવારે 10 વાગ્યે 10 મિનિટ પોતાના માટે કાઢવા અપીલ કરવામાં આવી રહી છે. રવિવારે આપણે પોતાના ઘરમાં 10 મિનિટનો સમય કાઢીને મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો જોઈએ. આપણે સૌ સાથે મળીને ડેન્ગ્યુ માટે જવાબદાર એડિસ ઈજીપ્તી મચ્છરની ઉત્પત્તિ અટકાવીશું તો ડેન્ગ્યુ રોગને થતો ચોક્કસ અટકાવી શકીશું તેમ અમદાવાદ જિલ્લાના જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે સીએમએમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
