તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ધંધુકામાં મિનરલ વોટરની આડમાં દારૂ-બિયરની હેરાફેરી : ૪૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત
દારૂ ભરેલી ટ્રક દમણથી દ્વારકા જઇ રહી હતી , પોલીસે ચેક કરતાં પાણીની બોટલની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઇ ગયો :અમરા રબારીની ધરપકડ

ધંધુકા તા.૧૯ : આપણાં ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાંય બુટલેગરો રાજ્યમાં દારૂ ઘૂસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે. આવી જ એક ઘટના ધંધુકામાં સામે આવી છે. અહીં એક ઇસમને મિનરલ વોટરની આડમાં દારૂ લઈ જતાં પોલીસે દબોચી લીધો છે.
પ્રાથમિક વિગતો મુજબ આ દારૂ ભરેલી ટ્રક દમણથી દ્વારકા જઇ રહી હતી. જોકે પોલીસે ચેક કરતાં પાણીની બોટલની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ કેસમાં પોલીસે દારૂ સહિત 46.12 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધંધુકામાં મિનરલ વોટરની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અહીં દમણથી દ્વારકા જતા ટ્રકમાં દારૂને હેરાફેરી થઇ રહી હોવાનું ખૂલ્યું છે. પોલીસે પાણીની બોટલની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 12 હજારથી વધુની બિયરની બોટલ જપ્ત કરી છે.
આ તરફ દારૂના જથ્થા સાથે પોલીસે અમરા રબારી નામના શખ્સની પણ ધરપકડ કરાઇ છે. આ સાથે પોલીસે દારૂનો 46.12 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અને દારૂ મગાવનાર અને મોકલનારને પોલીસે વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
