<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

નરેન્‍દ્રભાઇને વિધર્મી ટોપી, સફેદ કુર્તા, પાયજામા સાથે એ વિડીયોમાં દેખાડ્‍યા હતા...જયદીપસિંહ જાડેજા

રેન્‍જ વડા રાજેન્‍દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ , ડીવાયએસપી વિવેક ભેડા , પીઆઇ કે.કે ડિંડોર વિગેરે દ્વારા જેમના નેતૃત્‍વમાં ટીમ મૂળ સુધી પહોંચી તેવા મહીસાગર એસપી અકિલા સમક્ષએ વિડિઓનું અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે : ભારતીય સેનાનું મનોબળ તોડવું, અમિતભાઈ અને યોગીજી વિશે અભદ્ર ભાષા વાપરી આ વિકૃત શખ્‍સ અટકયો નહતો. ગુજરાતભરમાં વાયરલ વિડિઓ વિષે વિશેષ વિગતો આવી છે.

 

રાજકોટ તા.૧૯:  કાશ્‍મીરી ખીણમાં બર્બરતાભરી આતંકી ઘટના સંદર્ભે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા જે જાંબાઝી દેખાડી તે ઘટનાને વિકળત સ્‍વરૂપે રજૂ કરી, લોકોમાં ભયનો માહોલ સર્જાવી, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિધર્મી ટોપી અને સફેદ કુર્તા સલવાર સાથે દેખાડી વિડિઓ રિલીઝ કરી કેન્‍દ્રીય  ગળહમંત્રી અમીતભાઈ શાહ વિરુદ્ધ બેફામ અને અભદ્ર ઉચ્‍ચારણો કરી ગુજરાતભરમા ચકચાર જગાવનાર વાયરલ વીડિયોના વિકળત ભેજ સુધી અંતે પંચમહાલ રેન્‍જ વડા રાજેન્‍દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા ટીમ પોહચી ગયેલ છે અને માસ્‍ટર માઇન્‍ડને પકડી આખુ ચોમાસું અને આખો શિયાળો યાદ રહે તેવી આગવી ઢબની સરભરા કરી છે.

મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ સુચના કરેલ જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી.વિવેક ભેડા સાહેબ સંતરામપુર વિભાગ સંતરામપુર નાઓ દ્રારા આ બાબતે સોશીયલ મિડીયામા વાંધાજનક પોસ્‍ટ તેમજ જીલ્લામા જરૂરી વોચ તપાસમા રહેવા સુચના કરેલ જે અન્‍વયે સંતરામપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં હાલમા ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે ચાલતા ઓપરેશન સિંદુર બાબતે જરૂરી તકેદારી રાખવામા આવેલ દરમ્‍યાન “Duggu Sharma (ParincParinc)”નામની ફેસબુક આઇ.ડી. ઉપર ‘‘સૈનીકોના મનોબળ તૂટે તેમજ ભારતીય નાગરીકો ધાર્મિક લાગણી દુભાય'' તેવા વિડીયો અપલોડ કરવામાં આવેલ. જે વિડીયોમાં એડીટીંગ કરી માનનીય પ્રધાનમંત્રીશ્રી તથા ગળહ મંત્રીશ્રી તથા ઉત્તરપ્રદેશના મુખ્‍ય મંત્રીશ્રીનાઓ વિરુદ્ધ બીભત્‍સ શબ્‍દો બોલતો વિડીયો તેમજ બીજા એક વિડીયોમા એડીટીંગ કરી હિન્‍દીમાં ‘‘યહી હૈ સાલે પહલગાવ હમલા કરને વાલે'' લખાણ લખેલ છે તેમજ તે વિડીયોમાં ચારેક ઇસમો જણાય છે. જેમાં એક ઇસમ ઉર્દુ ભાષામાં કંઇક બોલતો હોય તે પછી આજ ફેસબુક આઇ.ડી. ઉપર બીજા એક એડીટીંગ વિડીયોમાં ભારત દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રીનો વિડીયો હોય તે વિડીયોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નાઓએ માથે ટોપી તથા શરીરે સફેદ વષાો પહેરેલ જેમાં તેઓની ગરીમાને ઠેશ પહોચે તેવા વિડીયો અપલોડ કરેલાનું જણાઇ આવેલ જેથી પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી.કે.કે.ડીંડોર સંતરામપુર પોલીસ સ્‍ટેશન નાઓએ આ બાબતે ઉપરી અધિકારીશ્રીઓના પરામર્શમા રહી સંતરામપુર પોલીસ સ્‍ટેશના ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૭૨૫-૦૪૧૪/૨૦૨૫ BNS-૨૦૨૩ની કલમ-૩૫૩(૧)(બી), ૧૯૭(૧)(સી)(ડી) મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી માહીતી મેળવી સંતરામપુર પોલીસ તથા મહીસાગર જીલ્લા LCB, SOG તથા સાયબર ક્રાઇમ નાઓની ટીમના સંકલમા રહી જરૂરી મદદ મેળવી “Duggu Sharma (Parinc Parinc)”નામની ફેસબુક આઇ.ડી.નો વપરાશકર્તાને ગણતરીના કલાકોમા શોધી કાઢી સંતરામપુર પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(3:21 PM IST)