News of Monday, 19th May 2025
ગુરુ-શુક્રવારે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
કાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડશે

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીની વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આજે હવામાન વિભાગે કરેલી નવી આગાહી અનુસાર, આગામી 22 અને 23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 19 અને 20 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
21 મે 2025ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
22 અને 23 મે 2025ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
24 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
25 મે 2025ના રોજ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
