<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1586 રૂપિયા બોલાયો: જાણો 24 યાર્ડના શું રહ્યા ભાવ

ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 1,010.68 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 24 માર્કેટ યાર્ડમાં કુલ 1,010.68 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1586 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1529 રૂ. જ્યારે નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1586 રૂ., જસદણમાં 1565 રૂ., હળવદમાં 1550 રૂ., જામ જોધપુરમાં 1531 રૂ., ગોંડલમાં 1526 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,010.68 ટન કપાસની આવક થઇ છે.

(7:32 PM IST)