<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

અમદાવાદમાં જાહેર રોડ પર નોનવેજ અને ઈંડાની લારીઓના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગને સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂઆતને ધ્યાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો

અમદાવાદ મ્યુ કોર્પોરેશન ખાતે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટી યોજાઈ હતી. આ કમિટીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કમિટીમાં ઈંડાની લારીનો પ્રશ્ન ઉઠ્યો હતો. નોનવેજ અને ઈંડાની લારીઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેને પગલે જાહેર રોડ પર નોનવેજની લારીઓના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટી યોજાઈ હતી. આ કમિટીમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી . જ્યારે આજે કમિટીમાં ફરી નોનવેજ અને ઈંડાની લારીના દબાણોના પ્રશ્નોને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ મુ્દે  AMCની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં કોર્પોરેટરે  રજૂઆત કરી હતી કે,  અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર લાગતી ઈંડા અને નોનવેજની લારીના દબાણ દૂર કરવા... નોનવેજની લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂઆતને ધ્યાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં જાહેર રોડ પણ નોનવેજની લારીઓના દબાણ દૂર કરવામાં આવશે. એસ્ટેટ વિભાગને દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે

(7:37 PM IST)