<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ: બેફામ કાર દોડાવી લગ્નમંડપ અને ખુરશીઓની કરી તોડફોડ

સગાસબંધીઓ અને જાનૈયાઓ પર કાર ચઢાવવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ

અરવલ્લીના મોડાસાના ગાજણ ગામે લગ્ન પ્રસંગમાં ઘર્ષણ થયું હતું. લગ્ન પ્રસંગમાં રાત્રી સમયે ખુલ્લી તલવાર સાથે ભય ફેકલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લગ્નમાં બાંધેલ મંડપ અને ખુરશીઓ ઉપર કાર દોડાવી તોડફોડ કરી હોવાની ફરિયાદ લખાવાઈ છે.

 સગાસબંધીઓ અને જાનૈયાઓ પર કાર ચઢાવવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ બાદ પોલીસવડાને ન્યાયની માંગ સાથે રજુઆત કરાઈ છે.

(8:44 PM IST)