<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સરકારનું વહીવટી તંત્ર મહદઅંશે શિથિલઃ પ્રજાકીય કાર્યો પર અસર

મોટા ભાગના મંત્રીઓનો પ્રભાવ નહિં: અધિકારીઓનું રાજઃ કેટલાય ધારાસભ્‍યો-સાંસદોમાં નારાજગીઃ જાહેર સાહસોની સમિતિની બેઠકમાં પડઘો

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧: રાજય સરકારનું વહીવટી તંત્ર દિવસેને દિવસે કથળતું જાય છે. રાજય સરકારના કેટલાક અધિકારીઓ/કર્મચારીઓ રાજય મંત્રી મંડળના મંત્રીશ્રીઓને પુરતા પ્રમાણમાં દાદ આપતા નથી. કેટલાક અધિકારીઓ પોતાની જાતને સુપર શાસક સમજીને ચાલે છે તેવી છાપ ઉપસે છે.

વહીવટી તંત્રની નિષ્‍કાળજીના કારણે સત્તાધારી પક્ષના કેટલાંક સાંસદ સભ્‍ય અને ધારાસભ્‍યોએ આ નારાજગી દર્શાવી દર મંગળવારે સચિવાલય તેમજ મુખ્‍યમંત્રી અને મંત્રી મંડળના સભ્‍યોને મળવા આવતા તેમજ પ્રજાકીય કામોને વેગ આપવા આવતા તેમણે આવવાનું બંધ કર્યું છે.

તાજેતરમાં રાજયના મુખ્‍યમંત્રીએ વહીવટી તંત્રના અધિકારીઓને કડક ભાષામાં ખખડાવ્‍યા હતા. પરંતુ આની બહુ અસર હાલની પરિસ્‍થિતિએ દેખાતી નથી. ભૂતકાળમાં મંત્રીશ્રીઓ દ્વારા આપવામાં આવતી લેખિત સૂચનાઓનું પાલન થતું હતું જે વર્તમાન સરકારમાં દેખાતું નથી.

કેટલાક અધિકારીઓ બપોરના સમયે ચા નાસ્‍તો કરતા હોય છે ત્‍યારે મંત્રીશ્રીઓની સૂચનાનું પાલન ન કરવું તેવી ચર્ચાઓ પણ કરતા હોય છે. જેમાં ખાસ કરીને નવા આવેલ અમૂક આઇ.એ.એસ. અધિકારીઓ તો પોતાની જાતને શું ગણે છે તે સમજાતું નથી. આની પાછળનું મુખ્‍ય કારણ ઉપરથી પૂરતો કંટ્રોલ હોય તેમ જણાતું નથી.

રાજય સરકારના વિભાગોની વાત કરીએ તો મંત્રીશ્રીઓ, સંસદ સભ્‍યો અને ધારાસભ્‍યોના ફોન પણ ઉપાડતા નથી આના પરિણામે નારાજગીનું પ્રમાણ ખૂબજ મોટી માત્રામાં દેખાઇ રહ્યું છે.

આ તમામ બાબતોનો પડઘો ગુજરાતના ઇતિહાસમાં તાજેતરમાં મળેલી વિધાનસભાની જાહેર સાહસોની સમિતિમાં પડયો હોવાની વાત જાહેરમાં ચર્ચાઇસ રહી છે. રાજય સરકારના વહીવટી તંત્રની વિસ્‍તૃત દેખરેખ રાખવા તેમજ જુદા જુદા વિભાગોની અધિભકારીઓ સાથે દર મંગળવારે વિધાનસભા ખાતે મળતી કમિટીઓની મીટીંગમાં કરવામાં આવે છે. આ મીટીંગમાં જરૂર જણાય ત્‍યાં ઠપકો આપવામાં પણ આવે છે. પરંતુ વર્તમાન પરિસ્‍થિતિમાં આ ઠપકાનું કોઇ પાલન થતું હોય તેમ જણાતું નથી.

(1:42 PM IST)