News of Wednesday, 21st May 2025
મેવાસામાં મનસુખભાઇ માંડવીયાના હસ્તે બોર રીચાર્જ માટેનું ખાતમુહુર્ત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અભિયાન અર્થે

રાજકોટ, તા., ૨૧ : રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા મેવાસા ગામ ખાતે સરકારી કચેરીમાં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા, જેતપુર-ધોરાજી ના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી તથા રાજકોટ ના કલેકટર શ્રી પ્રભવ ભાઈ જોશીના હસ્તે થયેલ હતું.
વરસાદના મીઠા પાણી તળમાં ઉતરવાથી તળ ઊંચા આવે તે હેતુથી અલગ અલગ કચેરી માં બોર થઇ રહ્યા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે તેમાંથી ૨૭૫ થી વધુ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર ના સંકલ્પ માંથી ૧૪૦૦ થી પણ વધુ બોર રીચાર્જ થઇ ચુકયા છે.
સામાન્ય રીતે સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ થાય છે. તેમાંથી વધારે ભાગનું પાણી દરિયામાં વહી જાય છે. આપણી જાગળતિ ના અભાવે વરસાદનું પાણી ખૂબ મહત્વનું હોય પણ આપણે તે પાણી નું જતન કરી શકતા નથી. લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વરસાદી પાણીના જતનના સંકલ્પને સાકાર કરવા અગાસીના પાણી, ફળિયાના કે કે મોટા ગ્રાઉન્ડના પાણીને નીચાણ વાળા ભાગમાં ૨૦૦ ફૂટનો બોર કરીએ . જમીનમાં વરસાદી પાણી ઉતારે તો તળ ઉંચા આવી શકે.
આ કાર્યને સફળ બનાવવા, પ્રાંત અધિકારી ગોડલ રાહુલભાઈ ગમારા, જેતપુર સીટી મામલતદાર પેટોળીયા , જેતપુર તાલુકા મામલતદાર એમ. એસ. ભેસાણીયા, જીલ્લા વિકાસ અધિકારી આનંદભાઈ સુરેશભાઈ ગોવિંદ, તાલુકા વિકાસ અધિકારી વણપરીયા, રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તલાટી મંત્રીઓ, મેવાસા ગામ ના સરપંચશ્રી, તમામ અધિકારીઓ, elimpco કંપનીના મેનેજર, તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકળતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે જહેમત ઉઠાવી હતી.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
