<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ઇમ્‍પેકટ ફી યોજનાઃ ૧૨ હજારમાંથી ૧ હજાર અરજી નામંજુર

સરકારે વારંવાર મુદત લંબાવી પણ મહાનગરપાલિકાના તંત્રની ગતિ ‘કાચબા છાપ' પદાધિકારીઓ પ્રસિધ્‍ધીમાં વ્‍યસ્‍ત, અરજદારો ત્રસ્‍ત : સૌથી વધુ પ્‍લાન વોર્ડ નં. ૮-૧૧ ના પોશ એરીયામાંથી મૂકાયાઃ વોર્ડ નં. ૧,ર,૩,૭,૧ર, ૧૮માં પણ ૧ હજારથી વધુ અરજી

રાજકોટ તા. ર૧:  રાજય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો રેગ્‍યુલર કરવા જાહેર કરવામાં આવેલી ઇમ્‍પેકટ ફી યોજનાની મુદતમાં અગાઉની સ્‍કીમ જેટલો પ્રતિસાદ આ વખતે મળ્‍યો નથી. રાજકોટ સહિત રાજયના મોટા ભાગના શહેરોમાં આ વખતે ઇમ્‍પેકટ કાયદાના કડક નિયમોના કારણે અરજીઓ ઓછી થઇ છે અને આજ સુધીમાં રાજકોટમાં કુલ આંકડો ૧ર હજાર સુધી પહોંચ્‍યો છે. આ પૈકી મનપાએ અત્‍યાર સુધીમાં ૧૦૦૬ અરજીઓ ના મંજૂર કરી છે. 

ગઇકાલે મળેલ જનરલ બોર્ડમાં સભ્‍યના પ્રશ્નના અપાયેલા તંત્ર દ્વારા સતાવાર અપાયેલ જવાબમાં જણાવ્‍યું હતું.

શહેરી વિકાસ ગળહ નિર્માણ વિભાગ દ્વારા તા. ૧૭ ઓકટોબર ૨૦૨૨થી રાજ્‍યમાં નિર્માણ પામેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત ફી લઈ નિયમીત કરવાનો ઈમ્‍પેક્‍ટ ફી કાયદો અમલમા મુકયો છે. જે અંતર્ગત મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં તેમજ ઓનલાઈન અરજીઓનો ઢગલો થયો હતો. જેમાં મનપાના સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે ૪૪૬૩ અરજી તથા ઈસ્‍ટઝોનમાં ૧૬૯૪ અરજી અને વેસ્‍ટઝોનમાંથી ૬૧૧૯ અરજીઓ આવી હતી. ઈમ્‍પેક્‍ટ ફીના નિયમો હેઠળ ગેરકાયદેસર બાધકામ કરેલ હોય ત્‍યારે ર્પાકિંગની જગ્‍યા સહિતના નિયમો લાગુ પડે છે. પરંતુ મકાનના ફળિયા ઉપર રૂમ બનાવી લીધા હોય અથવા દુકાનોનું વધારાનું બાંધકામ માર્જીનનો ઉપયોગ કરી કરવામાં આવ્‍યું હોય તેવી વધુમાં વધુ અરજીઓ આવતા તમામ અરજીઓ નામંજુર કરવામાં આવી છે. જેના લીધે આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું આસામીઓ દ્વારા જ જાહેર કરાયું હોય ટીપી વિભાગ દ્વારા તમામ બાંધકામોને તોડી પાડવા માટે ઙ્કથમ ૨૬૦ અને ત્‍યાર બાદ ૨૬૦/૨ની નોટીસ આપી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.

ટાઉન પ્‍લાનીંગ વિભાગમાંથી ઙ્કાપ્ત થયેલ વિગત મુજબ ત્રણેય ઝોનમાંથી કુલ ૧૨૨૭૬ ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટેની અરજીઓ આવેલ હતી. જે અરજીની ચકાસણી કર્યા બાદ મિલ્‍કતના નક્‍સાઓ ન આપવા તેમજ અપુરતી વિગતો તથા નિયમ મુજબ ર્પાકિંગ અને માર્જિનની જગ્‍યા ન બતાવી સહિતના કારણોસર મનપા દ્વારા ૧૦૦૬ અરજીઓ નામંજુર કરી આ બાંધકામો વિરુદ્ધ પગલા લેવા માટેની તૈયારીઓ આરંભી હોવાનું જાણવા મળેલ છે.

ઈમ્‍પેક્‍ટ ફી કાયદા હેઠળ અત્‍યાર સુધીમાં મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટે કુલ ૧૨૨૭૬ અરજીઓ આવી છે. જેમાંથી ૧૦૦૬ અરજીઓ નામંજુર કરાઈ હોય આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું સાબિત થયું છે. ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામોની યાદી મુજબ સેન્‍ટ્રલઝોનમાં ૧૮૦૭ ગેરકાયદેસર બાંધકામો તથા ઈસ્‍ટઝોનમાં ૪૨૯ ગેરકાયદેસર બાધકામો અને સૌથી વધુ વેસ્‍ટઝોનમાં ૨૨૪૭ ગેરકાયદેસર બાંધકામો જાહેર થયા છે.

(4:26 PM IST)