<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય :આગામી 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા:સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ :આ વર્ષે ચોમાસું નિર્ઘારિત સમય કરતા વહેલું બેસે તેવી સંભાવના છે, દર વર્ષ ચોમાસું 1 જૂનની આસાપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે 27-28 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. બીજી તરફ ચોમાસુ બેસે તેના પહેલા જ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા છે

 



 

(8:43 PM IST)