News of Wednesday, 21st May 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1501 રૂપિયા બોલાયો : જાણો 25 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,543.91 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,543.91 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1501 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1082 રુ. અને નીચો ભાવ 960 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તળાજામાં 1390 રૂ., જામનગરમાં 1371 રૂ., ભાવનગરમાં 1340 રૂ., જેતપુરમાં 1286 રૂ., હિંમતનગરમાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,543.91 ટન મગફળીની આવક થઇ છે.


(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
