<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ચાણસ્મા-હારિજ હાઇવે ઉપર બાઇક સવાર દંપતીને અકસ્માત : ટ્રક અડફેટે પુત્ર અને પત્નીનું કરૂણમોત

પત્નીને આઠ માસનો ગર્ભ હતો: સેઢાલ ગામના દંપતીને નડ્યો અકસ્માત: કાળમુખા ટ્રક સવારે દંપતી અને પુત્રને અડફેટે લીધા

પાટણ જિલ્લામાં  સિદ્ધપુર-રાધનપુર હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 24 કલાકમાં બીજો અકસ્માત થયો હતો.ચાણસ્મા-હારિજ હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર દંપતીને અકસ્માત નડયો હતો. જેમાં અને પુત્ર અને પત્નીનું મોત થયું હતું. 

  ઘટનાની કરુણતાએ હતી કે પત્નીને આઠ માસનો ગર્ભ હતો. સેઢાલ ગામના દંપતીને નડ્યો અકસ્માત કાળમુખા ટ્રક સવારે દંપતી અને પુત્રને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક  ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતા 108 મારફતે પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

(10:35 PM IST)