<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સંગીતા રૈયાણી અર્બન લાઇવલીહુડ મિશનમાં: ડોડિયા અધિક ઉદ્યોગ કમિશનર

આઇ. એ. એસ. કેડરના બે અધિકારીઓને નવી નિમણૂક

રાજકોટ તા. રર : રાજય સરકારે આઇ. એ. એસ. કેડરમાં મૂકાયા પછી સુપરન્‍યુમેરી અધિક કલેકટર તરીકે કાર્યકાળ પૂર્ણ કરનારા બે અધિકારીઓને (ર૦ર૦ બેચ) નવી નિમણૂક આપી છે.

સંગીતા રૈયાણીને ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનમાં મેનેજીંગ ડીરેકટર તરીકે તથા રોહિતભાઇ ડોડિયાને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે.  સંગીતા રૈયાણી અગાઉ રાજકોટ જિલ્‍લા (સહકાર) રજીસ્‍ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

(12:33 PM IST)