<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ગુજરાતમાં ૧૫ જુન આસપાસ ચોમાસાના ટકોરાઃ ૧૦૪ ટકા વરસાદનો વર્તારો

તમે મન મુકી વરસો, ઝાપટુ આપણને નહિ ફાવે, અમે હેલીના માણસ, માવઠુ આપણને નહિ ફાવે : હાલનો વરસાદ સાઇકલોન સિસ્‍ટમ આધારિતઃ વાવણી જુનના બીજા પખવાડિયામાં: ગયા વર્ષે ૧૩૮ ટકા વરસાદ થયેલ

 

 

રાજકોટ તા.૨૨: ગુજરાતના અનેક વિસ્‍તારમાં અત્‍યારે વરસાદી વાતાવરણ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહયો છે. જો કે હાલનો વરસાદ સાઇકલોન સિસ્‍ટમ આધારિત છે. રાજયમા઼ ચોમાસાનું વિધિવત આગમન થયુ નથી રાજય સરકારના સુત્રોના જણાવ્‍યા મુજબ વિધિવત ચોમાસુ તા. ૧૫ જુન કે તેથી આસપાસના દિવસોમાં શરૂ થશે. ગયા વર્ષે મોસમનો કુલ ૧૩૮ ટકા વરસાદ થવાનો હવામાન શાસ્‍ત્રીઓનો વર્તારો છે. વાતાવરણમાં ફેરફારની અસર વરસાદ ના પ્રમાણ પર પડી શકે છે. મોસમનો પહેલો સાર્વત્રિક વરસાદ થયા પછી જુનના બીાજ પખવાડિયાથી વાવણી શરૂ થાય તેવો અંદાજ છે. સોૈરાષ્‍ટ્રમાં ચોમાસામાં મુખ્‍યત્‍વે કપાસ અને મગફળી વાવવામાં આવે છે.

ગુજરાતમાં સામાન્‍ય રીતે જુનથી સપ્‍ટેમ્‍બર સુધી ચોમાસુ ગણાય છે. છેલ્લા  અમૂક વર્ષોથી ગમે ત્‍યારે વાતાવરણમાં પરિવર્તન થવાથી વરસાદ પડી શકે છે. અત્‍યારે પડતો વરસાદ હવામાનના ફેરફાર આધારિત છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરના કારણે સુરત, તાપી, અમરેલી, ભાવનગર, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદ વરસવાની અને પવન ફુકાવાની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્‍યુ છે. સરકારે પૂર્વ સાવચેતીના પૂરતા પગલા લેવા જિલ્લા તંત્રને સૂચના આપી છે.

ગુજરાતમાં જુન મધ્‍યથી મેઘસવારી વિધિવત આવી પહોંચે ત્‍યારથી સંભવિત પરિસ્‍થિતિને અનુલક્ષીને સરકાર અને ખેડૂતો આગોતરુ આયોજન કરી રહયા છે. ૧૦૪ ટકા વરસાદની આગાહીએ સારા વરસની આશા જગાડી છે. સરકારી તંત્ર હવામાન વિભાગ સાથે સંકલનમાં છે.  (૩.૧૫)

(2:53 PM IST)