<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ગુજરાતની યુનિવર્સિટીઓમાં એકરૂપતા લાવવા સમિતિની રચના

‘કોમન યુનિવર્સિટી એક્‍ટ' હેઠળ કાર્યરત થશે તજજ્ઞોની ટીમ! KCG અમદાવાદ ખાતે સક્ષમ અધિકારીની ગેરહાજરી બાદ યુનિવર્સિટી શાખાને જવાબદારી સોંપાઇઃ રાજ્‍યભરની ૧૫ સરકારી કોલેજોના આચાર્યોનો સમાવેશ

અમદાવાદ, ૨૧, ગુજરાતમાં ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે એકરૂપતા અને સુસંગતતા લાવવાના ઉદ્દેશ્‍યથી મહત્‍વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ‘ગુજરાત પબ્‍લિક યુનિવર્સિટીઝ એક્‍ટ - ૨૦૨૩' અને ‘ધી ગુજરાત પબ્‍લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્‍ટેચ્‍યુટ્‍સ - ૨૦૨૪' અન્‍વયે કરવાની થતી તમામ કાર્યવાહી હવે યુનિવર્સિટી શાખાને સોંપવામાં આવી છે. અગાઉ આ કામગીરી કે.સી.જી. અમદાવાદ ખાતે થતી હતી, પરંતુ ત્‍યાં સક્ષમ અધિકારીની ગેરહાજરીને કારણે આ જવાબદારીનું હસ્‍તાંતરણ કરાયું છે.

યુનિવર્સિટી એક્‍ટના અમલીકરણ માટે ૧૫ તજજ્ઞ આચાર્યોની સમિતિ  તા. ૨૦ ફેબ., ૨૦૨૪ ની નોંધના આધારે, ‘કોમન યુનિવર્સિટી એક્‍ટ' હેઠળ સમાવિષ્ટ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સરકારી કોલેજોના આચાર્ય/ઇ.ચા. આચાર્યો (તજજ્ઞો) ની એક કમિટીનું ગઠન કરવામાં આવ્‍યું છે. આ કમિટીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય કોમન યુનિવર્સિટી એક્‍ટ અન્‍વયે કરવાની થતી તમામ કાર્યવાહીને એકસરખું પ્રતિનિધિત્‍વ મળી રહે તે સુનિヘતિ કરવાનો છે.

આ કમિટી દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરીને તેનો રીપોર્ટ યુનિવર્સિટી શાખાને રજૂ કરવાનો રહેશે.સમિતિમાં સમાવિષ્ટ સભ્‍ય આચાયોમા‘ગુજરાત પબ્‍લિક યુનિવર્સિટીઝ એક્‍ટ - ૨૦૨૩' અને ‘ધી ગુજરાત પબ્‍લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્‍ટેચ્‍યુટ્‍સ - ૨૦૨૪'માં સુધારા માટે રચાયેલી આ સમિતિમાં સભ્‍ય આચાર્યોનો સમાવેશ થાય છેઃ જેમાં ડો. મનોજ બી. પટેલઃગુજરાત આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, અમદાવાદ, ડો. મિનલ એ. રાવલઃ સરકારી લો કોલેજ, મણીનગર, અમદાવાદ, ડો. એ. એન. સુતરીયાઃ સરકારી કોમર્સ કોલેજ, ગાંધીનગર, ડો. નમિતા શર્માઃ સરકારી આર્ટ્‍સ કોલેજ, ખોખરા, અમદાવાદ, ડો. આર. ડી. મોઢઃ એમ. એન. કોલેજ, વિસનગર,ડો. પ્રજ્ઞાબેન વાઢેરઃ સરકારી વિજ્ઞાન કોલેજ, ઇડર, ડો. ટેકપાલસિંહ આનંદઃ સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ સમી, ડો. મેહુલ પંડ્‍યાઃ સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, બાબરા,ડો. કળપાબેન પંડ્‍યા (ઇ.ચા.): એ. એમ. પી. લો કોલેજ, રાજકોટ,ડો. આર. પી. ભટ્ટઃ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ, ડો. સ્‍મિતા બી. છગઃ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ, ડો. એસ. બી. નિમાવતઃ સરકારી આર્ટ્‍સ કોલેજ, વલભીપુર,ડો. પાર્થિવ કે. ચૌધરીઃ સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, રાપર, કચ્‍છ, દીપક આર. ચૌધરી (ઇ.ચા.):સરકારી વિજ્ઞાન કોલેજ, લીમખેડા, ડો. વાય. એસ. પટેલઃ શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, વાંકલઆ સમિતિની રચના ગુજરાતના ઉચ્‍ચ શિક્ષણમાં સુધારા અને એકરૂપતા લાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે

(3:38 PM IST)