<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી : જાણો ક્યાં જિલ્લામાં ક્યારે વરસાદ પડશે

અરબી સમુદ્રમાં એક સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય : સિસ્ટમ લો પ્રેશર એરિયામાં ફેરવાઇ અને આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે

અમદાવાદ :અરબી સમુદ્રમાં એક સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થઇ છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાં ફેરવાઇ છે અને આગામી 36 કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે અને ઉત્તર દિશામાં આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં આગામી 28 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 22 મે 2025ના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ, મહેસાણા, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે

23, 24 અને 25 મે 2025ના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, આણંદ, મહેસાણા, ખેડા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા અને જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

26 મે 2025ના રોજ આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, કચ્છ અને જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

27 મે 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે જામનગર, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ અને મહેસાણા સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

28 મે 2025ના રોજ જામનગર, દેવભૂમિ દ્વારક, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ભાવનગર, ભરૂચ, કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, સુરત, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

 

(6:18 PM IST)