<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

અમદાવાદમાં ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં છ મહિનાનો વધારો :62 હજાર અરજીનો નિકાલ; 250 કરોડથી વધારે આવક

મહાનગર પાલિકાને અત્યાર સુધીમાં કૂલ 72000 અરજીઓ મળી જેમાં 62000 અરજીઓનો નિકાલ કરાયો

અમદાવાદમાં ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં6 માસનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી  ઇમ્પેકટ માટે 72 હજાર જેટલી અરજી આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 62 હજાર અરજીનો નિકાલ કર્યો છે.  

મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાએ ઈમ્પેક્ટ ફી મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરાયો છે. મહાનગર પાલિકામાં અત્યાર સુધી ઈમ્પેક્ટ ફીની 72,000 જેટલી અરજીઓ આવી છે. જેમાં 62,000 જેટલી અરજીઓનો મહાનગર પાલિકા દ્વારા નિકાલ કરાયો છે. જેમાં મહાનગર પાલિકાને 250 કરોડથી વધારે આવક થઈ છે. 

અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુક્યો છે. આ કાયદા હેઠળ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે મહાનગર પાલિકાને અત્યાર સુધીમાં કૂલ 72000 અરજીઓ મળી હતી. જેમાં 62000 અરજીઓનો નિકાલ કરાયો છે. આ ઉપરાંત ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 6 મહિનાનો વધારો કરાયો છે.

 

(6:38 PM IST)