<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

લોપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે : દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબકશે

દક્ષિણ, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં જોરદાર પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. લોપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશમાં અત્યારે ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઇ ચુક્યાં છે. 23 તારીખે દક્ષિણ, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. 24 મે ના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે ગુજરાતમાં ભારે હવા સાથે વરસાદ થશે.

હવામાન શાસ્ત્રી મહેશ પલાવતે પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરા અંગે પણ ચેતવણી આપી છે. હવામાન અંગે સ્કાયમેટનુ અનુમાન છે કે, ગોવા અને કર્ણાટક કોસ્ટલ પર લો પ્રેશર બન્યુ છે

આવતીકાલ સાંજ સુધી ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

 

(7:03 PM IST)