News of Thursday, 22nd May 2025
અરબી સમુદ્રમાં ચક્રવાત વચ્ચે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું : અનેક જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ: કરા પડ્યા
રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લા અને તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક આવેલા ફેરફારને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે એક મોટી આગાહી કરી અને કહ્યું કે, ગુજરાતમાં ચક્રવાતનો ખતરો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં એક શક્તિશાળી ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લા અને તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સવારથી બફારા બાદ રાજકોટમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. રાજકોટના યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ,ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા રોડ-રસ્તા પાણી પાણી થયા છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્તા અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.
અમદાવાદ જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં ઢળતી સંધ્યાએ પવન-કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ પલટાયુ છે. વડીયા, તોરી-રામપુર અર્જનસુખ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. રામપુર ગામે કરા સાથે વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજ કડાકા સાથે ધોધમાર કમોશમી વરસાદ શરૂ થયો છે.કમોસમી વરસાદને કારણે વાતસવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજીતરફ ખેડૂતોમાં ચિંતાઓ વધી છે.
જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે.જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવતાની સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.
સુરેન્દ્રનગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્તા અસહ્ય ગરમીમાંથી શહેરીજનોને રાહત મળી છે. સુરેન્દ્રનગર સાથે આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ઉનાળુ પાકને નુકસાની જવાની ભીતિ સેવાઇ રહી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
