તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 22nd May 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1451 રૂપિયા બોલાયો: જાણો 23 યાર્ડમાં શું રહ્યા ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 641.62 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 641.62 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1451 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1092 રુ. અને નીચો ભાવ 960 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તળાજામાં 1381 રૂ., જામનગરમાં 1375 રૂ., જેતપુરમાં 1306 રૂ., ભાવનગરમાં 1300 રૂ., વ્યારામાં 1260 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 641.62 ટન મગફળીની આવક થઇ છે.


(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
