<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 1900 રૂપિયા બોલાયો: જાણો 15 યાર્ડના ભાવ

ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 186.33 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 15 માર્કેટ યાર્ડમાં કુલ 186.33 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 1900 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 1600 રૂ., જૂનાગઢમાં 1500 રૂ., અંકલેશ્વરમાં 1400 રૂ., મહેસાણામાં 1300 રૂ., ગોંડલમા 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 186.33 ટન લીંબુની આવક થઇ છે.

(9:30 PM IST)