હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્ટુડન્ટ્સ વાળ કપાવીને ન આવ્યા એટલે ટીચરે છોકરાઓના વાળમાં ત્રણ-ચાર ચોટલીઓ બાંધી દીધી

અમદાવાદ,તા.૨૩: સ્કૂલમાં સ્વચ્છ અને સુઘડ બનીને જવાનું શીખવવામાં આવતું હોવાથી રોજ બાળકોના નખ, વાળ, ડ્રેસને ઇષાી થઈ છે કે નહીં એ બધું ચેક થતું હોય છે. આજની જનરેશનના છોકરાઓને લાંબા વાળ રાખવાનો શોખ હોવાથી ઘણી વાર ટીચર્સ કહેતા હોય છે કે કાલે જો વાળ કપાવીને નહીં આવે તો ચોટલી બાંધી દઈશ. જોકે આ વાત ગુજરાતમાં કડોદરા પાસે આવેલી સેન્ટ માર્ક્સ હાઈ સ્કૂલમાં હકીકત બની ગઈ. આ સ્કૂલમાં એક-બે નહીં, જેટલા પણ છોકરાઓ વાળ કપાવ્યા વિના આવ્યા હતા એ બધાને એકસાથે બેસાડીને જેટલા પણ લાંબા વાળ હતા એની ચોટલીઓ બાંધવામાં આવી હતી. કોઈકને બે તો કોઈકને ચાર-ચાર ચોટલીઓ બાંધી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ' પર એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે કડોદરાની એક સ્કૂલના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરીને લીલી શેતરંજી પર બેઠા છે અને તેમના માથે ચોટલીઓ બાંધેલી છે.(૪૦.૧૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
