તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
અરજદારોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ જરૂરીઃ મેહુલ દવે
ગાંધીનગર જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૧ પ્રશ્નોનો ઉકેલ

ગાંધીનગર જિલ્લા સ્વાગત ઓન લાઈન કાર્યક્રમમાં કલેકટર શ્રી મેહુલ દવે, ડી.ડી.ઓ.બી.જે. પટેલ અને કાર્યકારી નિવાસી અધિક કલેકટર અર્જુનસિંહ વણઝીરા ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
ગાંધીનગર,તા.૨૩: જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.
ત્યારે ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ રજૂ કરેલા સ્વચ્છતા સંબંધિત, ડમ્પીંગ સાઈટ, જમીન સંપાદન ,ગેરકાયદે ર્પાકિંગ, ઝૂંપડપટ્ટી દબાણ, ચોમાસા પહેલા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા અંગે વગેરે મળી કુલ ૧૧ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. રજૂ થયેલા
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે વારંવાર અધિકારીઓ તથા કર્મચારીઓને we are for the people આ વાકય દ્વારા અરજદારો પ્રત્યે સહાનુભૂતિ પૂર્ણ વર્તન કરતા, તેમની અરજીઓ તથા પ્રશ્નોનો નિકાલ બને તેટલી ઝડપથી, નાગરિકોને અગવડનો સામનો ન કરવો પડે તે રીતે કરી આપવા માટે સૂચન કરતા રહે છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઈ/ચા અર્જુનસિંહ વણઝારા, -ાંતશ્રી પાર્થ કોટડીયા સહિત સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
