<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

એમેઝોન પ્રાઈમની ફ્રેન્‍ચાઇસિસની ડિપોઝિટ ભરવા એણે બેંક લૂંટીઃ ડીસીપી ભાવેશ રોજીયા

સુરતમાં પિસ્‍તોલની અણીએ લાખોની રકમ લૂંટનાર બિહારી શખ્‍સની પૂછપરછ દરમિયાનની અકિલા સમક્ષ રસપ્રદ વિગતો વર્ણવતા ડેપ્‍યુટી પોલીસ કમિશનર ક્રાઇમ : સીસીટીવી ફૂટેજ, ટેક્‍નિકલ સર્વેલન્‍સ, હ્યુમન રિસોર્શીસ ઉપયોગ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ ટીમની જહેમત રંગ લાવી

 

 

રાજકોટ, તા. ર૩: દર મહિને લાખો રૂપિયાનો નફો મેળવવા માટે એમેઝોન પ્રાઈમની ફ્રેન્‍ચાયસી લેવામાં આવેતો બખ્‍ખા થાય તેવું વિચારી તે દિશામાં પ્રયાસ શરૂ કરતા ખબર પડીકે આ ફ્રેન્‍ચાઇસીસ લેવા માટે ૧૦ લાખની ડિપોઝિટ ભરવી પડે, અને બસ આ ડિપોઝિટ મેળવવા માટે બેન્‍ક લૂંટવા નક્કી કરેલ, બેન્‍ક લુંટતા સમયે એક પિસ્‍તોલ પણ જરૂરી હોવાથી દીપક નામના એક શખ્‍સ પાસેથી પિસ્‍તોલ મેળવી સચિન વિસ્‍તારની ગ્રામીણ બેક લુટી હતી  તેમ જેમના નેતળત્‍વ હેઠળની ટીમ દ્વારા આખો ભેદ ઉકેલાયો તેવા સુરત ક્રાઈમ બ્રાન્‍ચ અર્થાત્‌ ડિટેક્‍શન ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.  

તેઓએ જણાવેલ કે અમારી પૂછપરછમાં આરોપીએ બેન્‍ક લૂંટના આગલા દિવસે પણ રેકી કરેલ પણ તેની હિંમત ન ચાલતા ઘેર ચાલ્‍યો ગયેલ, બીજા દિવસે પરત આવેલ.

સદર ગુનો ધોળા દિવસે બેંક લુંટનો ચકચારી હોય જેથી બનાવની ગંભીરતાને લઇ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્‍થળની વિઝીટ કરી આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સર્વેલન્‍સ તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્‍નો હાથ ધરેલ હતા. દરમ્‍યાન ક્રાઇમબ્રાંચની ટીમને મળેલ આધારભુત હકીકત આધારે આ લુંટના ગુનાને અંજામ આપનાર મુળ બિહારના વતની આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખ, ઉ.વ.૨૨, રહેવાસી-પ્‍લોટ નંબર-૬૫, રૂમ નંબર-૧૨, સાંઇનાથ સોસાયટી, સચીન નવસારી રોડ, સુરત. મુળ વતન- ગામ-ફુલવરીયા, પુર્વી પંચારણ, બિહાર વાળાને કતારગામ દરવાજા નજીક આવેલ બ્રીટીશ કબ્રસ્‍તાન પાસેથી બેંક લુંટમાં મેળવેલ રોકડ રકમ તથા પિસ્‍ટલ સાથે આજરોજ ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ નાજીસ ઉર્ફે બબલુ મો.સનઉલ્લાહ શેખ, ઉ.વ.૨૨, રહેવાસી-પ્‍લોટ નંબર-૬૫, રૂમ નંબર-૧૨, સાઇનાથ સોસાયટી, સુરત નવસારી રોડ, સચીન, સુરત. મુળ રહેવાસી-ફુલવરીયા, પુર્વી પંચારણ, બિહાર.

કબ્‍જે લેવામાં આવેલ મુદ્દામાલઃ (૧) પીસ્‍ટલ-૧, કી.રૂ. ૩૦,૦૦૦/-, (૨) જીવતા કાર્ટીઝ નંગ-૭ કી.રૂ.૭૦૦/-, (૩) બેંક લુંટમાંથી કબ્‍જે કરેલ રોકડા રૂપિયા ૩,૩૩,૫૨૦/ (૪) મોબાઇલ ફોન નંગ-૨, કીં. રૂ ૨૯,૦૦૦/-, (૫) લેપટોપ બેગ-૧ કી.રૂ. ૨૦૦/-, (૬) એરબડ રૂ. ૨૦૦૦/-, (૭) આરોપીનો ભારતીય પાસપોર્ટ તથા આધારકાર્ડ વિગેરે મળી કુલ રૂ. ૩,૯૫,૪૨૦/- ની મત્તાનો મુદ્દમાલ રીકવર કરવામાં આવેલ છે. તેમ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા વિશેષમાં જણાવેલ.(૬.૭)

(11:14 AM IST)