<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાયો : બેંગકોક ફરવા ગયેલા પરિવારના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ

કોરોનાથી સંકમ્રિત બાળક હાલ હોમ આઈસોલેશનમાં : પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયા

અમદાવાદ : ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે.બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ જોવા મળ્યો છે. પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે

 . મળતી માહિતી અનુસાર બેંગકોક ફરવા ગયેલા પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંકમ્રિત બાળક હાલ હોમ આઈસોલેશનમાં છે. પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે

ગુજરાતમાં ગઈકાલે વધુ નવા 21 જેટલા કેસ નોંધાયા છે જેને કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે. જેમાંથી 32 જેટલા તો કેસ માત્ર અમદાવાદમાં છે. જોકે સૌથી ગંભીર એ બાબત છે કે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને આ ત્રણેય દર્દીઓ અમદાવાદની અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસને લઈવે AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. SVP, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.

 

(11:43 AM IST)