તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ પડશે
સુરત, વલસાડ,નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે. ગુજરાતના સુરત, વલસાડ,નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે પણ વરસાદને લઈને આગાહી કરી છે. સાયક્લોનિક સિસ્ટમને કારણે વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
