તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
સુરત અને ગુજરાતમાં કોકેઇન જથ્થો ઘુસાડવા નાઇજિરિયન મહિલા એક્ટિવ રોલ ભજવે છે
નો ડ્રગ્સ ઈન સુરત... અનુપમસિંહ ગેહલોતને આપેલ વચન પોલીસ સીપી દેશ બહાર હોવા છતાં હૃદયથી નિભાવે છે : ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા ટીમે કોકેઇન જથ્થા સાથે વધુ બે આરોપીઓ ઝડપી લીધાં

રાજકોટ તા.ર૩: નો ડ્રગ્સ ઈન સુરત એવો દ્રઢ સંકલ્પ કરી વડોદરાથી કેટલાક વાલીઓના ચોધાર આંસુથી હચમચી ઉઠેલા સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા સમગ્ર સુરત પોલીસ તંત્રને વચનબદ્ધ કર્યાના પરિણામ તેવો સુરત કે દેશમાં નહીં વિદેશનમાં હોવા છતાં પ્રત્યેક પોલીસ દ્વારા પોતાની જવાબદારી સમજી જે રીતે એક પછી એક નેટવર્ક તોડવામાં આવે છે, આ ઘટના પણ સાક્ષી રૂપ છે.
ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ભાવેશ રોજિયા દ્વારા વિવિધ ટીમો બનાવી છે. અને આ કાર્ય ટોપ પ્રયોરીટી આપવા સૂચના છે.
જે અનુસંધાને ક્રાઈમ બ્રાંચની ટીમો વર્કઆઉટમાં હતી. દરમ્યાન તા-૨૦/૦૫/૨૦૨૫ નાં રોજ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓને મળેલ બાતમી હકિકત આધારે અઠવાગેટ પાસે મહાવિર હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ (૧) મીતેશ સુનિલભાઈ પાંડે (૨) ચેતન મોહનભાઈ પરમાર નાઓને સફેદ કલરના પાવડર તથા ગાંગડા સ્વરૂપના પ્રતિબંધીત કોકેઈન (ડ્રગ્સ) ૮.૪૯૦ ગ્રામ કિ.રૂ.૮,૪૯,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૧,૫૦,૦૨૦/- ના મત્તા સાથે પકડી પાડી NDPS એક્ટ હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ કોકેઈન (ડ્રગ્સ) નેટ વજન ૮.૪૯૦ ગ્રામ કિંમત રૂપિયા.૮,૪૯,૦૦૦/- (૨) યામાહ એરોક્ષ ૧૫૫ મોપેડ નંબર GJ-05-TN-5550 કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- (૩) iPhone મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૨,૦૦,૦૦૦/- (૪) રોકડા રૂપિયા.૧૦૨૦/- (૫) એક ચશ્માનુ બોક્ષ કિ.રૂ.૦૦/- કુલ રૂપિયા.૧૧,૫૦,૦૨૦/-
પકડાયેલા આરોપીઓ : (૧) મીતેશ સુનિલભાઈ પાંડે ઉ.વ.૨૮ રહેવાસી.ફલેટ નંબર બી-૨૦૪ શ્રીનિવાસ કોમ્પલેક્ષ સુમુલડેરીની બાજુમાં સુમુલ ડેરી રોડ મહીધરપુરા સુરત શહેર તથા ફલેટ નંબર ૫ ડાયમંડ એપાર્ટમેન્ટ સોના એપાર્ટમેન્ટની સામે ઉમિયાધામ રોડ વૈશાલી વરાછા સુરત શહેર.
(૨) ચેતન મોહનભાઈ પરમાર ઉ.વ.૨૮ રહેવાસી.ફલેટ નંબર.૫૦૩ વાસુપુજય ૧૫ પેવેલીયન ડી માર્ટ સામે જહાંગીરપુરા સુરત શહેર
આરોપી મીતેશ સુનિલ પાંડેનો ગુનાહિત ઈતિહાસ-આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈથી નાઇજિરિયન મહિલા સુરત સહિત ગુજરાતમાં કોકેઇન ઘુસાડી રહ્યાનું ખુલવા પામ્યું છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
