તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
ગોંડલમાં મુખ્ય આરોપીઓની ધરપકડ સામે વાંધો નથી, પરંતુ નિર્દોષ સમર્થકોને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવી રહ્યા છે,પોલીસ દ્વારા આ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાન : અલ્પેશ કથીરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ગોંડલની સ્થિતિની જાણકારી આપી
રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાની ખાતરી : ભાજપ નેતા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાત લેતા વિવાદ સર્જાયો'તો

સુરત તા.૨૩ : ગોંડલમાં રાજકીય અને સામાજિક તણાવ વધી રહ્યો છે. ગત 27 એપ્રિલના રોજ ભાજપ નેતા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિવાદ સર્જાયો હતો. અલ્પેશ કથીરિયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવતા બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી ગયા હતા.
જયરાજસિંહના સમર્થકોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. બીજી તરફ, ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ થયો હતો. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકારને કારણે યોજાઇ હતી.
આજે 22 મે, 2025 ના રોજ બન્ની ગજેરા કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા પીયૂષ રાદડિયાની તબિયત બગડતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખબર પૂછવા આવેલા જિગીષા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર પિતા-પુત્રને ફસાવવાનો આરોપ મૂક્યો હતો.
અલ્પેશ કથીરિયાએ કરી હર્ષ સંઘવી સાથે મુલાકાત :બીજી તરફ અલ્પેશ કથીરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી ગોંડલની સ્થિતિની જાણકારી આપી. સાથે જ તેમણે જણાવ્યું કે, મુખ્ય આરોપીઓની ધરપકડ સામે વાંધો નથી, પરંતુ નિર્દોષ સમર્થકોને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા આ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો", અલ્પેશ કથીરિયાએ આપી ચેતવણી
અલ્પેશ કથીરિયા ચેતવણી આપી છે કે, ખાખીની આડમાં ગેરવર્તણૂક કરનાર પોલીસકર્મીઓને તેના પરિણામો ભોગવવા પડશે. આ મામલે કરેલી ફેસબુક પોસ્ટમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક... કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો...બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
