હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બનાસકાંઠા જિલ્લાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા મોટીંગ : નાના મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ, અફીણ, ડુડી વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ
દંડ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું : દંડની રકમ જમા થશે તેને સમાજના શૈક્ષણિક કાર્યમાં વાપરવાનું નક્કી કરવામાં આવ્યું

બનાસકાંઠા તા.૨૩ : જિલ્લાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા મોટીંગ યોજી નાના મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ, અફીણ, ડુડી વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ પરિવાર પ્રસંગોમાં અફીણ કે બીડી, સિગારેટ વાપરે તો તેના પર 51 હજારનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક સમાજો પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથા દૂર કરીને સમાજમા બદલાવ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે રબારી સમાજના દેવું પરિવાર દ્વારા ડુવા ગામમાં મિટિંગ યોજી ડુવાના રબારી સમાજને વ્યસન મુક્ત કરવા બંધારણ બનાવામાં આવ્યું છે. રબારી સમાજમાં નાના-મોટા તમામ પ્રંસગોમાં બીડી-સિગારેટ, અફીણ, ડુડી જેવા વ્યસનો પર સપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ પ્રંસગમાં અફીણ કે બીડી સિગરેટ વાપરે તો 51 હજાર દંડ નક્કી કરાયો છે.
નિયમ તોડનારને સમાજનો 51 હજાર દંડ
જે કોઈ રબારી સમાજનો નિયમ તોડશે તો તેને 51 હજાર દંડ ભરવો પડશે. આ દંડ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જે દંડની રકમ જમા થશે તેને સમાજના શૈક્ષણિક કાર્યમાં વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વ્યસન પ્રથા ઉપરાંત મરણ પ્રથામાં પણ બદલાવ
રબારી સમાજમાં વ્યસન પ્રથા બંધ કરવાના નિર્ણય ઉપરાંત સમાજમાં- મરણ પ્રથામાં માત્ર ખિચડી-કઢી જ બનાવવા માટેનો નિયમ કરાયો છે. આ સાથે બારમાના દિવસે માત્ર રોટલા- શાક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મરણમાં ઘીની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
બારમાના દિવસે જ શોક મૂકી દેવાનો કરાયો નિર્ણય
તે ઉપરાંત બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવોનો નિર્ણય કરાયો છે. મરણ પ્રથામાં ઓઢામણી પ્રથા પણ બંધ કરાઈ છે. આ નિર્ણયને રબારી સમાજના યુવાનોએ પણ આવકાર્યો છે. વ્યસન પ્રથા અને મરણમાં વધારાના રિવાજોથી ખર્ચાઓ વધી જતા હતા તે ખર્ચાઓના લીધે અનેક પરિવારો દેવામાં પણ આવી જતા હતા. સામાજિક પ્રંસગે ખોટા ખર્ચાઓ બંધ કરીને બાળકોને યુવાનોને શિક્ષણ પાછળ ખર્ચ કરવા આગેવાનોએ આ નિર્ણયો લીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
