<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્મત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના ચાર દિવસના હંગામી જામીન મંજૂર

ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની માતાનુ ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યાં : તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ રહેશે હાજર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્મત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને ગુજરાત હાઇકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે. ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની માતાનુ ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો છે. 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યાં છે. તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ રહેશે હાજર. તથ્ય પટેલ માતાનું ઓપરેશન કોઈ કારણોસર મુલતવી થાય તો સરેન્ડર કરવાનું રહેશે.

(6:31 PM IST)