તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
વડોદરા મનપાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર લાંચ કેસમાં સપડાયા :ટેલિફોનિક વાતના આધારે ACBએ ગુનો નોંધ્યો
ઇજનેર કૌશિક પરમાર દ્વારા ઇજારદાર પાસેથી 5 ટકા લેખે 3 લાખની લાંચ માંગી હતી ફરિયાદીના રેકોર્ડિંગનું ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવતા ઈજનેર સામે ગુનો નોંધાયો

વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે લાંચનો ગુનો નોંધાયો છે. પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે ઇજારદાર પાસે લાંચ માંગી હતી. પાલિકા દ્વારા આજવા રોડ બેલેન્સિંગ રીજવાયરનું ઓપરેશન એન્ડ મેઇન્ટેન્સના ટેન્ડર સંદર્ભે માંગી લાંચ હતી. લાંચિયા ઇજનેર કૌશિક પરમાર દ્વારા ઇજારદાર પાસેથી 5 ટકા લેખે 3 લાખની લાંચ માંગી હતી. ઇજારદાર દ્વારા ઇજનેર સાથે થયેલ ટેલિફોનીક વાતચીતના આધારે એસીબીએ ગુનો નોંધ્યો છે. વૈજ્ઞાનિક ઢબે ફરિયાદીના રેકોર્ડિંગનું ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવતા ઈજનેર સામે ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઇજનેરની મિલકત અંગે તપાસ હાથ ધરાઈ છે.
આ કામના આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારે ફરિયાદીનો સંર્પક કરી તમારું ટેન્ડર મંજુર થયું છે જેના 5 ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ અગાઉ રૂ. 1,50,000/- કૌશિક શાંતીલાલ પરમારને આપ્યા હતા. પરંતુ ફરિયાદીનું કામ ન થતા તેણે નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2) કૌશિક શાંતીલાલ પરમારનો સંર્પક કરતા લાંચિયા અધિકારીએ જણાવ્યું હતું કે બાકીના રૂ. 1,50,000/- આપી દો. જેનું રેકોર્ડીંગ ફરિયાદીએ કરી લીધું હતું.
આ લાંચની રકમ આપવા ન માંગતા હોય ફરિયાદીએ તા. 20/11/2018 ના રોજ વડોદરા શહેર એ.સી.બી. માં ફરીયાદ આપતા ફરીયાદ અનુસંધાને તા. 21/11/2018 ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા લાંચિયા અધિકારીએ લાંચની રકમ સ્વીકારેલ નહિ અને છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 1,50,000/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયું. જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુદ્ધ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
