હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 24th May 2025
સુરતમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : બે યુવતીઓ કોરોના સંક્રમિત : બંને હોસ્પિટલમાં આઈસોલેશનમાં
વિશાખાપટ્ટનમથી સુરત આવેલી 27 વર્ષીય યુવતી અને વેસુમાં રહેતી 25 વર્ષીય યુવતીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ

સુરત: સુરતમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, ગત 17 મેના રોજ વિશાખાપટ્ટનમથી સુરત આવેલી 27 વર્ષીય યુવતી અને વેસુમાં રહેતી 25 વર્ષીય યુવતીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બન્ને સંક્રમિત યુવતીઓને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં બન્નેની તબિયત સ્થિર છે.
બન્ને સંક્રમિત દર્દીઓ કોવિડ વૅક્સિનના 2-2 ડોઝ લઈ ચૂકી છે. હાલ તો બન્નેના સેમ્પલ લઈને જીનોમ સિકવન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. છેલ્લે 3 ઓગસ્ટ, 2023ના રોજ સુરતમાં કોરોનાનો કેસ નોંધાયો હતો.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
