<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો:બારડોલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

ભારે પવનના પગલે શાસ્ત્રીરોડ પર આવેલા શિશુ મંદિર નજીક મહાકાય વૃક્ષ ધરાશયી

સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બારડોલી તાલુકામાં વહેલી સવારથી જ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના પગલે શાસ્ત્રીરોડ પર આવેલા શિશુ મંદિર નજીક વૃક્ષ ધરાશાહી થવાની ઘટના પણ સામે આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા અને નવસારીમાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં આજે વહેલી સવારથી જ પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુ મંદિર નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાહી થયું હતું. જેને પગલે વાહન વ્યવહારને અસર પહોચી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

મહત્ત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિતા વધી છે.

(1:10 PM IST)