<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ગુજરાત આવતા વડાપ્રધાન માટે સુરક્ષાચક્ર આવું રચાયું છે

બોર્ડર વડા ig ચિરાગ કોરડીયા, સાગર બાગમાર સહિતના અધિકારીઓની ટીમ એલર્ટ મોડમાં: ગુજરાતમાં દિલ્‍હીથી spg ના ટોચના અધિકારીઓ ઉતાર્યા, દરિયા, સરહદ અને ભૂમિ પર નરેન્‍દ્રભાઇ માટે લોખંડી બંદોબસ્‍ત : બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ : મલ્લિક અને સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારને મહત્‍વની જવાબદારી સુપ્રત : અમદાવાદમાં ભવ્‍ય રોડ શો અંતર્ગત કાલે રિહર્સલ, શરદ સિંઘલ, નીરજ બડગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાજિયાણ ટીમો દ્વારા ભારે દોડધામ : સિંદૂર થીમ પર શણઞાર, બહેનો લાલ સાડી પહેરી પીએમના વધામણા કરશેઃ વડોદરામાં કલેકટર મહેશબાબુ, ડીડીઓ વિગેરે દ્વારા ૨૦ કમિટી કાર્યરત, સીપી દ્વારા મહત્‍વના સૂચનો

રાજકોટ, તા., ૨૪:  ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહેલ વડાપ્રધાન માટેની સુરક્ષા વ્‍યવસ્‍થાના ભાગરૂપે દિલ્‍હીથી spg na ટોચના અધિકારીઓની ટીમ ગુજરાત આવી વડાપ્રધાનના તમામ કાર્યક્રમ સ્‍થળો અને પોલીસ દ્વારા ચાલતી તૈયારીઓ અંગે વિસ્‍તળત બેઠકોનો દોર, સ્‍થળ નિરીક્ષણ વિગેરેનો ધમધમાટ ચાલી રહ્યો છે.

સોમવાર તા ૨૬ના વડા પ્રધાનનો કાર્યક્રમ વડોદરાથી શરૂ થવાનો હોવાથી સિંદૂર થીમ પર શહેરના ભવ્‍ય શણગાર સાથે બહેનો દ્વારા યુનિફોર્મ કલરની સાડીઓ સાથે  મીની રોડ શો જેવા કાર્યક્રમમાં રુટ પર વડા ઙ્કધાનનું સ્‍વાગત કરવામાં આવશે.

વડોદરામાં કલેક્‍ટર મહેશબાબુ, પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમાર , ડીડીઓ અનિલ ધામેલિયા વિગ્રેટરની નિશ્રામાં ૨૦ કમિટીઓ રચવામાં આવી છે.

વડોદરામાં સુરક્ષા વ્‍યવસ્‍થાનું જડબેસલાક સુરક્ષા કવચ ઊભું કરવા પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમાર દ્વારા જોઇન્‍ટ સીપી, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સાથે બેઠકો યોજી પોતાના સીબીઆઈ કાર્યકાળના અનુભવ આધારે લોખંડી વ્‍યવસ્‍થા ગોઠવી છે.

વડા પ્રધાન બે દિવસના પ્રવાસ અંતગર્ત વડોદરાથી દાહોદ જશે અહીં ખૂબ મોટા કાર્યક્રમ ધ્‍યાને રાખી sp રાજદીપસિંહ ઝાલા વિગેરે ટીમ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન સાંજના કચ્‍છ પહોંચવાના હોવાથી બોર્ડર વડા ચિરાગ કોરડીયા, તથા બન્ને sp વિગેરે ટીમો એક્‍ટિવ મોડમાં છે.

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાત આવેલા પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ૭.૩૦ કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. તથા ૨૭મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થશે.

પીએમ મોદી સવારે ૧૦.૧૫ કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્‍મા મંદિર જવા રવાના થશે. સંભવિત રાજભવનથી મહાત્‍મા મંદિર સુધીના રૂટ પર પણ પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્‍ય સ્‍વાગત થશે. ૧૧ વાગ્‍યે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે પહોંચશે. શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્‍તે કરાશે. મહાત્‍મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બપોરે ૧૨.૫૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમજ અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી દિલ્‍હી પરત ફરશે.

અમદાવાદમાં ભવ્‍ય રોડ શો હોવાથી પ્રવર્તમાન પરિસ્‍થિત ધ્‍યાને રાખી bsf બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, તથા સેક્‍ટર વડા નીરજ બડગુજર , જયપાલ સિંહ રાઠોડ વિગેરેના માર્ગદર્શનમાં શહેર અને બહારથી આવેલ અનુભવી પોલીસ તંત્ર ખડે પગે ગોઠવાયું છે. કાલે અમદાવાદમાં રિહર્સલ પણ રાખવામાં આવ્‍યું છે.

(2:44 PM IST)