તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
તા. ર૭મીએ ધો. ૧૦ના વિદ્યાર્થીઓને શાળામાંથી માકર્શીટનું વિતરણ
તા. રપ મીએ શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા મથકે માકર્શીટ મોકલશે

રાજકોટ તા. ર૪ :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં યોજાયેલ ધો. ૧૦-૧ર ની પરીક્ષાનું પરીણામ તાજેતરમાં જાહેર થયું છે. જેમાં ૧૦ ની પરીક્ષાની માકર્શીટ તા. ર૭ મેના રોજ વિદ્યાર્થીઓને અપાશે.ગુજરાતમાં ધો. ૧૦ના પાસ ૬ લાખ પ૦ હજાર વિદ્યાર્થીઓને તા. ર૭ ના માર્કશીટ અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ની માકર્શીટ અને પ્રમાણપત્ર વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છ.ે તા. રપ મેના શિક્ષણ બોર્ડની કચેરીએથી માકર્શીટ રવાના કરી જે તે જિલ્લામાં મોકલવવામાં આવશે. તા. ર૬ ના શાળામાં તા. ર૭ ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૮ મેના રોજ ધો. ૧૦નું ઓનલાઇન પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ૬ લાખ પ૦ હજાર વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા હતાં.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
