<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ચોમાસુ કેરળ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પહોંચી ગયું

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૨૪ થી ૨૮ મે સુધીની આગાહી : દક્ષિણ કોંકણના કાંઠાના ભાગ પરના ડિપ્રેશનની પૂર્વ દિશામાં જમીન પર એન્‍ટ્રીઃ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશે : આવતા બુધવાર સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં સિમિત વિસ્‍તારોમાં પ્રિમોન્‍સૂન એક્‍ટીવીટી

 

 

રાજકોટઉ પૂર્વમધ્‍ય અરબ સાગર અને તે સાથે સંલગ્ન દક્ષિણ કોકણ તટ પર સર્જાયેલી ડિપ્રેશન છેલ્લા ૩ કલાકમાં અંદાજે ૬ કિમી પ્રતિ કલાકની ગતિએ ધીમે ધીમે પૂર્વ દિશામાં ખસેલી છે.

આજના ૨૪ મે ૨૦૨૫ના રોજ ભારતીય માનક સમય મુજબ સવારે ૮:૩૦ વાગ્‍યે આ ડિપ્રેશન ૧૭.૨જી ઉ.અ. અક્ષાંશ અને ૭૩.૨જી પૂ.દે. રેખાંશ નજીક, દક્ષિણ કોકણ તટ પર રતનગિરિથી અંદાજે ૩૦ કિમી ઉત્તર-ઉત્તરપヘમિે અને દાપોલીથી ૭૦ કિમી દક્ષિણમાં કેન્‍દ્રિત હતું.

આ સિસ્‍ટમ્‍સની પૂર્વ દિશામાં ખસેલી રહી અને આજે બપોર સુધી રતનગિરિ અને દાપોલી વચ્‍ચે કોકણ તટને ડિપ્રેશન તરીકે પાર કરવાનો સંભવિત અંદાજ છે.

દક્ષિણ પヘમિ ચોમાસાની ગતિ

દક્ષિણ પヘમિ ચોમાસું હવે આગળ વધ્‍યું છે.દક્ષિણ અરબ સાગરના બાકી રહેલા ભાગોમાં

પヘમિમધ્‍ય અને પૂર્વમધ્‍ય અરબ સાગરના કેટલાક ભાગોમાં આખા લક્ષદ્વીપ, કેરળ, અને મહે વિસ્‍તારમાં કર્ણાટકના કેટલાક ભાગોમાંમાલદ્વીપ અને કુમોરીન વિસ્‍તારના બાકી ભાગોમાં તમિલનાડુના ઘણા વિસ્‍તારોમાં પヘમિદક્ષિણ અને પૂર્વમધ્‍ય બંગાળની ખાડીના બાકી વિસ્‍તારોમાં પヘમિ મધ્‍ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં મિઝોરમના કેટલાક ભાગોમાં  આગળ વધશે.

આ સાથે, દક્ષિણ પヘમિ ચોમાસું આજના રોજ, એટલે કે ૨૪ મે ૨૦૨૫ના રોજ કેરળ પર સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે, જે તેનું સામાન્‍ય આગમન દિવસ ૧ જૂન કરતાં પહેલા છે.

 ચોમાસાની ઉત્તરી સીમા (Northern Limit of Monsoon - NLM) આજના રોજ ચોમાસાની ઉત્તરી સીમા નીચે દર્શાવેલી સ્‍થાનરેખાઓ અને સ્‍થળોથી પસાર થાય છેઃ

૧૩°N/55°E – ૧૩°N/60°E - 13.5°N/65°E – 15°N/70°E - કરવાર - શિમોગા - ધર્મપુરી - ચેન્નાઈ - ૧૫°N/83°E – 18°N/87°E - સાઇહા - 25°N/96°E – 27°N/98°E

 આગામી બે-ત્રણ દિવસ માટે ચોમાસાની આગળ વધવાની શકયતાઃ અગામી ૨-૩ દિવસોમાં દક્ષિણ પヘમિ ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્‍થિતિઓ નોંધાઈ રહી છે. ચોમાસું આગળ વધી શકે છેઃ

મધ્‍ય અરબ સાગરના વધુ વિસ્‍તારોમાં આખા ગોવા વિસ્‍તારમાં મહારાષ્‍ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્‍તારોમાં પヘમિમધ્‍ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્‍તારોમાં ઉત્તરપૂર્વ ભારતના વધારાના ભાગોમાં સબ-હિમાલયન પヘમિ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ડિપ્રેશન ડિપ્રેસન આનુસંગિક યુએસી દક્ષિણ કોકણ તટથી લઈને દક્ષિણ મધ્‍ય મહારાષ્‍ટ્ર, દક્ષિણ મરાઠવાડા અને ઉત્તર તેલંગાણા સુધી એક ટ્રફ રેખા સર્જાઈ રહી છે. આ ત્રફ રેખા સમુદ્ર સપાટીથી ૧.૫ કિમીથી ૩.૧ કિમીની ઊંચાઈએ આવેલ છે.

મહારાષ્‍ટ્ર અને નોર્થ તેલંગાણા સુધી ટ્રફ લંબાય છે

એક નવું લો પ્રેસર ક્ષેત્ર ૨૭ મે આસપાસ મધ્‍ય પヘમિ અને સંલગ્ન ઉત્તર બંગાળની ખાડીમાં વિકસી શકે છે.

વેધરએનાલિસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૪થી તા.૨૮ (શનિથી બુધ) ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માટે આગાહી કરતાં જણાવેલ કે, આગાહી સમય દરમિયાન પવનની દિશા અને ઝડપઃ મુખ્‍યત્‍વે પヘમિ અને દક્ષિણ પヘમિ દિશાના પવન, કયારેક પવનની દિશામાં ફેરફાર થશે.  પવનની ઝડપ ૧૫-૨૦ કિમી/કલાક, ત્‍યારે-ત્‍યારે ૨૦-૩૦ કિમી/કલાક સુધી ના ઝટકા ના પવનો ફંૂકાશે. ગાજ વીજ સમયે અચાનક પવન સ્‍પીડ વધે અને ફરતા પવનો ની શકયતા.

આકાશની સ્‍થિતિઃ

કયારેક છુટા છવાયા વાદળ અને કયારેક આકાશ ઘેરાય.

૨૪ થી ૨૮ મે દરમિયાન સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ગુજરાતમાં સીમિત વિસ્‍તાર થી છુટા છવાયા વિસ્‍તાર માં પ્રિમોન્‍સૂન એક્‍ટિવિટી જોવા મળશે.(૪૦.૩૪)

 

(3:39 PM IST)