News of Saturday, 24th May 2025
સ્ટેટ જીએસટી વિભાગના ફરી દરોડા :અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં રેડીમેડ કપડાનું વેચાણ કરતા 15 એકમો પર દરોડા
સર્ચ દરમિયાન રોકાડ વ્યવહાર અને બિનહિસાબી વેચાણ મળ્યું :જીએસટીની રેડમાં બિન હિસાબી સ્ટોક મળ્યો : કુલ 1.48 કરોડની કરચોરી મળી

અમદાવાદ : સ્ટેટ જીએસટી વિભાગે ફરી એકવાર કર ચોરીને લઈ વેપારીઓ પર સપાટો બોલાવ્યો છે. રેડીમેડ ગારમેન્ટના ડિલરો પર રેડ પાડી છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર ખાતે રેડીમેડ કપડાનું વેચાણ કરતા 15 એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, સર્ચ દરમિયાન રોકાડ વ્યવહાર અને બિનહિસાબી વેચાણ મળી આવ્યું છે. જીએસટીની રેડમાં બિન હિસાબી સ્ટોક મળી આવ્યો છે. કુલ 1.48 કરોડની કરચોરી મળી આવી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
