News of Saturday, 24th May 2025
બનાસકાંઠામાં સંભવિત વાવાઝોડાની અસર વચ્ચે ઈમારતો પરના જોખમી હોડિંગ્સ હટાવી લેવા માંગ
મોટી ઈમારતો પર લાગેલા જોખમી હોડિંગ્સ હટાવી લેવા વિરોધ પક્ષ નેતાએ માંગ કરી

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડાની અસર આવનાર સમયમાં વર્તાવવા જઈ રહી છે આ વચ્ચે મોટી ઈમારતો પર લાગેલા જોખમી હોડિંગ્સ હટાવી લેવા વિરોધ પક્ષ નેતાએ માંગ કરી છે
ગુજરાતભરમાં પ્રી-મોન્સૂનની કામગીરી શરૂ થઈ ગઈ છે તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટી બિલ્ડિંગો પર લાગેલા જોખમી હોડિંગ્સ જો વાવઝોડાની અસરથી નીચે પડી જાય તો જવાબદારી કોની આ સવાલો વર્તમાન સમયમાં ઉઠવા પામ્યા છે પાલિકા જવાબદાર અધિકારીઓ શહેરભરમાં લાગેલા અને કોઈનું મોતનું કારણ બની શકે તેવા જોખમી હોડિંગ્સને હટાવી લેવા વિરોધ પક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી છે તેઓ કહે છે કે, એક વર્ષ અગાઉ મુંબઇમાં વાવઝોડાથી હોડિંગ્સ પડવાથી થયેલ લોકોના મોત જેવી દુઃખ ઘટનાને આપડે ભૂલવી ન જોઈએ અને આવી બનતી ઘટનાઓથી એક શીખ લઈને આ પ્રકારના જે કોઈ પણ હોડિંગ્સ હોય તેને તાત્કાલિક ધોરણે હટાવી લેવા જોઈએ કારણ કે, હવે ચોમાસું આવી રહ્યું છે અને જો તે સમયે ભારે પવન ફૂંકાય અને બિલ્ડીંગો પર લાગેલા જોખમી હોડિંગ્સ તૂટીને નીચે પડે તો નિર્દોષ લોકોના જીવ જઈ શકે છે જેથી તકેદારીના ભાગ રૂપે આવા કોઈ પણ હોડિંગ્સ હોય તેને જવાબદારી પૂર્વક હટાવી લેવા જોઈએ.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
